Home> India
Advertisement
Prev
Next

દિલ્હી હિંસાનો ભયાનક ચહેરો, પોલીસના જાંબાઝ જવાનોને કેવી રીતે કાયરતાથી માર્યા? જુઓ VIDEO

ભીષણ હિંસા બાદ દિલ્હી હવે શાંતિના પથ પર ધીરે ધીરે જોવા મળી રહી છે પરંતુ તોફાનીની ભયાનક તસવીરો હવે જેમ જેમ સામે આવે છે તેમ તેમ રૂવાંડા ઊભા થઈ જાય છે. આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છે જે તોફાનોની વાસ્તવિકતા રજુ કરે છે.

દિલ્હી હિંસાનો ભયાનક ચહેરો, પોલીસના જાંબાઝ જવાનોને કેવી રીતે કાયરતાથી માર્યા? જુઓ VIDEO

નવી દિલ્હી: ભીષણ હિંસા બાદ દિલ્હી હવે શાંતિના પથ પર ધીરે ધીરે જોવા મળી રહી છે પરંતુ તોફાનીની ભયાનક તસવીરો હવે જેમ જેમ સામે આવે છે તેમ તેમ રૂવાંડા ઊભા થઈ જાય છે. આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છે જે તોફાનોની વાસ્તવિકતા રજુ કરે છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઉપદ્રવીઓએ કેવી રીતે પોલીસ ટીમ પર હુમલો કર્યો. સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે ઉપદ્રવીઓએ પોલીસકર્મીઓ પર ડંડા અને પથ્થરોથી હુમલો કર્યો. 

Corona Virus: ચીનથી ભારત આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ- ડો.હર્ષવર્ધન

એવું કહેવાય છે કે આ હુમલાનો ભોગ હેડ કોન્સ્ટેબલ રતનલાલ થયા હતાં. તેઓ પણ હિંસાનો ભોગ બનેલી પોલીસ ટુકડીનો ભાગ હતાં. માથામાં લાગેલી ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત થયું. આ સાથે જ ડીસીપી શાહદરા, અમિત શર્મા અને એસીપી ગોકુલપુરી અનુજ પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા.

જુઓ ચોંકાવનારો VIDEO 

આ જ રીતે આઈબી કર્મી અંકિત શર્મા પણ તોફાનો પ્રભાવિત ચાંદબાગ વિસ્તારમાં હિંસાનો ભોગ બન્યાં. આ અંગે ભાજપના નેતા કપિલ મિશ્રાએ પણ આ જ વીડિયો શેર કરતા ટ્વીટ કરી કે જુઓ  કેવી રીતે કોન્સ્ટેબલ રતનલાલજીને મારવામાં આવ્યાં. ઘેરીને, પથ્થરોથી, આ ભીડે ડીસીપી અમિત શર્માજીની હત્યાની  કોશિશ કરી. આ મહિલાઓને જુઓ અને તેમની હેવાનિયત જુઓ. આ ચાંદબાગમાં CAAનો વિરોધ પ્રદર્શન કરનારી મહિલાઓ અને પુરુષો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More